Uterine Cancer: મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર થવાના શરૂઆતના લક્ષણો ક્યા છે?


By Sanket M Parekh08, May 2025 03:49 PMgujaratijagran.com

ગંભીર બીમારી

મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર એક ગંભીર બીમારી છે, જેને સમયસર ઓળખી લેવો ખૂબ જ જરૂરી છે. જેના શરૂઆતના લક્ષણો હંમેશા સામાન્ય પીરિયડ્સની સમસ્યા જેવા જ લાગતા હોય છે.

એક્સપર્ટનો અભિપ્રાય

આ સંદર્ભે દિલ્હીના અશોકનગર સ્થિત સાઈ પૉલિક્લીનિકના સીનિયર ગાયનેકૉલૉજિસ્ટ વિભા બંસલ પાસેથી જાણીએ કે, ગર્ભાશયના કેન્સરના લક્ષણો ક્યા-ક્યા છે. આ સાથે જ તેની સારવાર વિશે પણ જાણીશું.

ગર્ભાશયના કેન્સરના સંકેત

જો કોઈ મહિલાને પીરિયડ્સની વચ્ચે વારંવાર બ્લીડિંગ થઈ રહ્યું હોય કે મોનોપૉઝ બાદ પણ લોહી પડી રહ્યું હોય, તો તે ગર્ભાશયના કેન્સરનો સંકેત હોઈ શકે છે.

ગર્ભાશયના કેન્સરના લક્ષણ

ગર્ભાશયના કેન્સરના કારણે મહિલાઓને પેટના નીચેના ભાગમાં સતત સામાન્ય દર્દ થઈ શકે છે. જેને ઘણી મહિલાઓ સાધારણ સમજીને નજરઅંદાજ કરી દેતી હોય છે.

પીડા કે બ્લીડિંગ થવું

શરીર સબંધ બાંધતી વખતે યોનિની નજીક દુખાવો કે બ્લીડિંગ થતું હોય, તો તે કેન્સરનો સંકેત હોઈ શકે છે. આથી આવા લક્ષણોને ક્યારેય પણ નોર્મલ સમજીને નજરઅંદાજ ના કરવા જોઈએ.

ગર્ભાશયના કેન્સરના પ્રકાર

ગર્ભાશયમાં કેન્સરના બે પ્રકાર હોઈ શકે છે. યુરેટાઈન સાકોર્મા અને એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા, જે માંસપેશિઓ કે અંદરના સ્તર પર કેન્સરના સેલ્સ બનવાના કારણે થાય છે.

ગર્ભાશયમાં ટ્યૂમર બનવું

કેન્સર ત્યારે જ થાય છે, જ્યારે કોશિકાઓના DNA અસંતુલિત થઈ જાય છે. જેના પરિણામે તે અસામાન્ય રીતે વધવા લાગે છે અને ગર્ભાશયમાં ગાંઠ અર્થાત ટ્યૂમર બની જાય છે.

અસામાન્ય બ્લીડિંગ થવું

40ની વય બાદ કોઈ પણ પ્રકારના અસામાન્ય બ્લીડિંગને નજરઅંદાજ ના કરવું જોઈએ. જે ગર્ભાશયના કેન્સરનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

તપાસ કરાવો

વારંવાર પીરિયડ્સ આવે, વધારે દિવસ સુધી માસિક ચાલું રહે અને સતત બ્લીડિંગ થવું કેન્સરનો સંકેત હોઈ શકે છે.આથી સમયસર તપાસ કરાવવી આવશ્યક બની જાય છે. આ સાથે જ શરીરમાં કોઈ ફેરફાર જોવા મળે, તો તાત્કાલિક તબીબની સલાહ લઈને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ.

ઉનાળામાં રોજ સવારે ખાલી પેટે જવનું પાણી પીવાના ફાયદા