Brain Tumor: બ્રેઇન ટ્યૂમર થવા પર શરીર આપે છે આ સંકેત? ના કરશો ઈગ્નોર


By Sanket M Parekh20, May 2025 03:54 PMgujaratijagran.com

ગંભીર બીમારી

બ્રેઈન ટ્યૂમર એક ગંભીર, પરંતુ હંમેશા ધીમે-ધીમે વધતી બીમારી છે. જેના શરૂઆતના લક્ષણોને ઓળખવા મુશ્કેલ થઈ શકે છે.

બ્રેઈન ટ્યૂમરના લક્ષણો

જો માથામાં વારંવાર કોઈ કારણ વિના તીવ્ર દુખાવો થઈ રહ્યો હોય અને દવાઓથી પણ કોઈ રાહત ના મળતી હોય, તો તેને નજરઅંદાજ ના કરો. જે બ્રેઈન ટ્યૂમરના શરૂઆતના સંકેત હોઈ શકે છે.

મગજ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા

જ્યારે તમારી દેખવાની ક્ષમતા ધીમે-ધીમે ઓછી થવા લાગે અને સામેની વસ્તુઓ ધૂંધળી અથવા એક-બે દેખાય, તો તે મગજ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા તરફ ઈશારો કરી શકે છે.

બ્રેઈન ટ્યૂમરનો સંકેત

જો અચાનક ચક્કર આવવા લાગે, ચાલવામાં સંતુલન બગડવા લાગે કે વારંવાર પડવા લાગો, તેવી સ્થિતિ ઉભી થવા લાગે, તો તે બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ હોઈ શકે છે.

ઝણઝણાટીનો અહેસાસ

શરીરના કોઈ ભાગમાં સતત ઝણઝણાટીનો અહેસાસ થાય કે અચાનક તાકાત ઓછી થવા લાગે ખાસ કરીને હાથ અને પગમાં, તો તે મગજ પર થઈ રહેલી અસરની નિશાની હોઈ શકે છે.

યાદશક્તિ નબળી પડે

યાદશક્તિ નબળી પડે, વારંવાર ભૂલી જવું કે વિચારવા-સમજવાની ક્ષમતા ક્ષીણ થઈ જતી હોય, તો તે બ્રેઈન ટ્યૂમરના શરૂઆતના લક્ષણો પૈકી એક હોઈ શકે છે. જેને સાધારણ સમજવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.

ઉલટી અને ઉબકા આવવા

જો તમને વારંવાર ઉબકા આવી રહ્યા હોય કે કોઈ કારણ વિના ઉલટી થવા લાગે, તો આ સ્થિતિ માથામાં દબાણનો સંકેત હોઈ શકે છે, જે ટ્યૂમરનું કારણ બની શકે છે.

તબીબની સલાહ લો

બોલવામાં તકલીફ થાય, બોલતી વખતે મોંઢામાંથી શબ્દો ના નીકળી શકે અને જીભ થોથવાય, આ તમામ મગજમાં સમસ્યાના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.

Benefits of Black Kishmish: કાળા કિસમિસ ખાવાના 5 ફાયદા