Alzheimer Symptoms: અલ્ઝાઈમરના શરૂઆતના લક્ષણો ક્યા છે?


By Sanket M Parekh03, Oct 2025 03:57 PMgujaratijagran.com

અલ્ઝાઈમરના લક્ષણો

અલ્ઝાઇમરનું નામ સાંભળતાની સાથે જ મગજમાં સૌથી પહેલો વિચાર નબળી યાદશક્તિનો આવે છે. હકીકતમાં અલ્ઝાઈમરના કારણે વ્યક્તિની યાદશક્તિ નબળી થઈ જાય છે, તો ચાલો જાણીએ તેના શરૂઆતના લક્ષણો વિશે વિગતવાર જાણીએ..

મેમરી લૉસ

હાલની જ ઘટના અને વાતચીતને ભૂલી જવી. ઉદાહરણ તરીકે, તાજેતરમાં કરેલા કામ યાદ ન રહેવા અથવા વારંવાર એ જ સવાલો પૂછવા. જો આ વારંવાર થઈ રહ્યું હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સમય અને સ્થળનો ભ્રમ

તારીખ, દિવસ કે જગ્યા ભૂલી જવી. આ સાથે જ ઘરમાં પણ મૂંઝવણ થતી રહે. કોઈ નવી જગ્યા પર જવું મુશ્કેલ થઈ જાય. અગત્યની તારીખો અને સ્થળ નોટબુકમાં લખો અને યાદશક્તિ માટે એલાર્મ સેટ કરો.

બોલવા-લખવામાં તકલીફ

યોગ્ય શબ્દ યાદ ના આવે, વાક્ય બનાવવામાં તકલીફ પડે કે લખવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. દરરોજ ટૂંકુ લખાણના અભ્યાસથી મગજને સક્રિય રાખો.

નિર્ણય લેવામાં તકલીફ

સાધારણ નિર્ણય લેવામાં સમસ્યા કે રોજિંદી યોજનાઓ અંગે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. આવી સ્થિતિમાં પરિવારના કોઈ સભ્યની મદદ લો.

મૂકેલી વસ્તુઓ શોધવામાં સમસ્યા

રોજે-રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કોઈ અજાણી જગ્યાએ મૂકી દેવી અને પછી તેને શોધવામાં સમય બગાડવો. આવું વારંવાર થવું ચિંતાજનક થઈ શકે છે.

મૂડમાં ફેરફાર

અલ્ઝાઈમરનું સૌથી મોટું લક્ષણ અચાનક સ્વભાવ ચિડિયો થઈ જવો, ઉદાસી, ડર તેમજ સામાજિક રીતે અલગ-થલગ પડી જવું હોઈ શકે છે.

Benefits of eating potatoes: બટાકા ખાવાના અદ્ભુત ફાયદા