નવરાત્રીના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા જલેબીની મજા માણે છે. ચાલો જાણીએ કે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું કારણ
દશેરા એ રામની રાવણ પરની વિજય અને સત્યની અસત્ય પરની જીતનો પર્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 1 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 2 ઓક્ટોબર ગુરુવારે સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે.
એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામને શાશકૌલી મીઠાઇ ખૂબ પસંદ હતી. જે હાલની જલેબી જેવી લાગતી હતી. જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ આ મીઠાઈ બનાવીને વિજયની ખુશી મનાવી હતી. ત્યારથી એવી માન્યતા છે કે દશેરાના ઉપવાસનો અંત ચણાનો લોટ (ફાફડા) અને જલેબી ખાવાથી જ થવો જોઈએ.
દશેરા આસપાસ ચોમાસું પૂર્ણ થઈને ઠંડક શરૂ થાય છે. ચણાનો લોટ અને મસાલાવાળા ફાફડા હળવા ગરમ તાસીરવાળા છે અને શરીરને ઉર્જા આપે છે. જલેબીમાં રહેલી ખાંડ પણ ઊર્જા આપે છે. આ ખોરાક પાચનમાં પણ મદદરૂપ ગણાય છે અને શરદી સામે રક્ષણાત્મક માન્યતા ધરાવે છે.
અવનવી મીહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.