સવારે ઉઠતી વખતે અથવા દિવસ દરમિયાન મોં સુકાઈ જવુ એક સામાન્ય સમસ્યા છે. આ ત્યારે થાય છે જ્યારે લાળ ગ્રંથીઓ પૂરતી લાળ ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે.
સુકા મોં ઘણા કારણોસર થઈ શકે છે. ચાલો પબમેડ રિપોર્ટમાંથી જાણીએ કે, તે કયા રોગને સૂચવે છે.
મોંમાં શુષ્કતા, શ્વાસની દુર્ગંધ, બોલવામાં અને ગળવામાં મુશ્કેલી, ગળામાં દુખાવો અને અવાજમાં કર્કશતા એ મુખ્ય લક્ષણો છે.
ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર અને ચિંતા માટેની કેટલીક દવાઓ મોં સુકાવાનું કારણ બની શકે છે. દવા લેતી વખતે તમારા ડૉક્ટરની સલાહ લો અને પુષ્કળ પાણી પીવો.
વૃદ્ધા અવસ્થામાં શરીરમાં થતા ફેરફારો, પોષણની ઉણપ અને ક્રોનિક રોગો સુકા મોંની સમસ્યામાં વધારો કરી શકે છે. વધતી ઉંમર સાથે આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે.
ડાયાબિટીસ, સ્ટ્રોક, યીસ્ટ ઇન્ફેક્શન, અલ્ઝાઇમર અને ઓટોઇમ્યુન રોગો શુષ્ક મોંનું કારણ બની શકે છે. નાકમાંથી શ્વાસ લેવાથી કે નસકોરાં ખાવાથી પણ શુષ્કતા વધે છે.
તમાકુ ચાવવાથી કે ધૂમ્રપાન કરવાથી ડિહાઇડ્રેશન થાય છે. આનાથી મોં સુકાઈ જાય છે, ખાસ કરીને જ્યારે તમે સવારે ઉઠો છો. દારૂનું સેવન પણ આ સમસ્યાને વધારી શકે છે.
પેઢાના ચેપ, દાંતનો સડો, અથવા મોઢામાં ચાંદા લાળમાં ઘટાડો લાવી શકે છે. આનાથી મોં સુકાઈ શકે છે. સારી મૌખિક સ્વચ્છતા આને રોકવાનો એક બેસ્ટ વિકલ્પ છે.
પૂરતું પાણી પીવો, સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર આહાર લો, આદુનું સેવન કરવાથી લાળનું ઉત્પાદન વધે છે.