હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં કાયમ સમૃદ્ધિ બની રહે છે.
આજે અમે આપને જણાવીશું કે, જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ સૂકાઈ જાય, તો તે ક્યા અશુભ સંકેત તરફ ઈશારો કરે છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...
એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં નિયમિત રીતે તુલસીનો છોડ સૂકાવા લાગે, તો તેનો અર્થ એ છે કે, તમારા ઘરમાં નેગેટિવ એનર્જીનો વાસ છે.
જે ઘરમાં ખૂબ જ ઝઘડા થઈ રહ્યા હોય, તો તેવા લોકોએ એકવાર તુલસીના છોડ પર નજર રાખવી જોઈએ, કારણ કે તુલસીનો છોડ સૂકાવવાથી ઘરમાં કકળાટ વધી જાય છે.
જે ઘરમાં તુલસીનો સૂકાઈ ગયેલો છોડ હોય, ત્યાં લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. જેના પરિણામે ઘરના સભ્યો કાયમ દેવાના ડુંગર હેઠળ દબાયેલા રહે છે.
જે ઘરમાં તુલસીનો છોડ ધીમે-ધીમે સૂકાઈ રહ્યો હોય, તો એ વાતનો સંકેત છે કે, ટૂંક સમયમાં તમે મોટી મુસીબતમાં મૂકાઈ શકો છો. અચાનક તમારું ભાગ્ય તમારે સાથ છોડી દેશે.
જો તમે આ તમામ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો તુલસીનો છોડ સૂકાઈ ગયા બાદ તેને ઉખાડી દેવો જોઈએ અને પછી તેને કોઈ વહેતા જળમાં પધરાવી દેવો જોઈએ.
સૂકાઈ ગયેલ તુલસીના છોડને ક્યારેય પણ સૂર્ય ગ્રહણ, પૂનમ, અમાસ, અગિયારસ અને રવિવારના દિવસે ઉખાડી દેવું જોઈએ. આ સાથે જ કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.