આ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ એક જ ઝાટકે દૂર થશે અને સુગર લેવલ રીડિંગ 150 થી વધશે નહીં.
અખરોટ પોષક તત્વો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
અખરોટમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, ઓમેગા-૩ ફેટી એસિડ વગેરે પોષક તત્વો જોવા મળે છે.
અખરોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
દરરોજ અખરોટનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
જો ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે પલાળેલા અખરોટ અથવા તેના પાણીનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ સિવાય તમે અખરોટને સલાડ, સ્મૂધી અથવા સ્પ્રાઉટ્સમાં ભેળવીને પણ ખાઈ શકો છો.
જો તમે ઈચ્છો તો, તમે અખરોટનું રાયતું પણ બનાવીને ખાઈ શકો છો.