છોકરીઓ ઘણીવાર તેમના વાળના વિકાસને લઈને ચિંચિત હોય છે, વધુ પડતા ગરમ ઉત્પાદનો અને રાસાયણિક શેમ્પૂનો ઉપયોગ વાળના વિકાસને અસર કરે છે. આવી સ્થિતિમાં લાંબા વાળ કરવા માટે તમે આ 7 હેલ્દી જ્યુસ પી શકો છો.
એલોવેરા છોડનો રસ વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે,એલોવેરામાં રહેલા વિટામિન વાળને મજબૂત કરવામાં અને તૂટતા અટકાવવામાં મદદ કરે છે, આ વૃદ્ધિમાં પણ સુધારો કરે છે.
કીવીના જ્યુસમાં વિટામિન E જોવા મળે છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે, વિટામિન Eના સેવનથી વાળનો વિકાસ ઝડપી થાય છે.
ગાજરના જ્યુસ વાળને જાડા અને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે,તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પાલકમાં ફોલેટ,આયર્ન અને વિટામિન A અને C જેવા પાયદાકરક પોષક તત્વો મળી આવે છે,તેનું જ્યુસ પીવાથી તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
આમળાને વિટામિન Cનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે, તે વાળ અને ત્વચા માટે સારું છે, કારણ કે તે કોલેજનને વધારે છે.
નારંગી વિટામિન C અને એન્ટીઓક્સીડન્ટોથી ભરપૂર છે,જે મુક્ત રેડિકલ નુકસાન સામે લડવામાં મદદ કરે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.
બીટનું જ્યુસ તમારા વાળના વિકાસમાં ઘણી મદદ કરી શકે છે, આ જ્યુસ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
તમે પણ તમારા આહારમાં આ 7 જ્યુસનો સમાવેશ કરી શકો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.