દૂધીના થેપલા ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi10, Feb 2024 12:24 PMgujaratijagran.com

દૂધીના થેપલા બનાવવાની રેસીપી

દરેક લોકોએ થેપલા તો ખાધા જ હશે પરંતુ શું તમે દૂધીના થેપલા ક્યારેય ટ્રાય કર્યા છે,આજે અમે તમને દૂધીના થેપલા બનાવવાની રેસિપી જણાવીશું.

સામગ્રી

દૂધી,ઘઉંનો લોટ,ચણાનો લોટ,વાટેલી વરિયાળીના દાણા,જીરું,એલચી,લસણની પેસ્ટ,લીલા મરચાં,આદુ,કોથમીરના પાન,કસુરી મેથી,ધાણા પાવડર,લાલ મરચું પાવડર,જીરું પાવડર,ખાંડ,મીઠું,કાળું મીઠું,તેલ,દહીં,પરાઠા શેકવા માટે ઘી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને છીણી લો અને હાથ વડે દબાવીને તેમાંથી સંપૂર્ણ પાણી કાઢી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં દૂધીનું છીણ,ઘઉ-ચણાનો લોટ,વરિયાળી,જીરું,અજમો,લીલા મરચાની કટકી,લસણ,આદુની પેસ્ટ વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં દહીં અને તેલ ઉમેરીને લોટ બાંધી લો. લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરશો નહીં જરૂર પડે તો ખાટી છાસ લઈ શકો છો.

સ્ટેપ- 4

હવે થોડી વાર પછી લોટ પર તેલ લગાવીને કૂણી લો અને નાના નાના બોલ બનાવીને પાટલા પર વણી લો.

સ્ટેપ- 5

હવે થેપલાને પરફેક્ટ ગોળ બનાવવા માટે કિનારી વાળો વાટકો ઉપર મૂકી હાથ વડે પ્રેશ કરીને ગોળ થેપલા બનાવી લો.

સ્ટેપ- 6

હવે ગેસ પર એક લોઢી ગરમ કરી તેના પર થેપલા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના થેપલા તમે દહીં સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ કાકડીનું રાયતું બનાવવાની રીત