શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ માનવામા આવે છે. ચલો જાણીએ કે શુક્રવારના દિવસે કંઈ વસ્તુઓનુ દાન કરવાથી માં લક્ષ્મીની કૃપા વરસે છે?
માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવાથી અનેક સમસ્યાઓનુ નિરાકરણ મળે છે. ધાર્મિક ઉપાયો કરવાથી વ્યક્તિને ધન, સંપતિ અને સુખ પ્રાપ્ત થાય છે.
શુક્રવારના દિવસે માં લક્ષ્મીને ખુશ કરવા માટે કાળી કીડીઓને દાણા નાખો. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને કમળ, મખાના, શંખ, કૌડી ચડાવી શકો છો.
માન્યતા પ્રમાણે સફેદ વસ્તુઓનુ દાન કરવાથી સુખ- શાંતિ આવે છે. શુક્રવારના દિવસે ખાંડ, કપૂર, દૂધ, દહીં, સફેદ કપડાંનુ દાન કરો.
શુક્રવારના દિવસે માં લક્ષ્મીના વ્રત રાખવાથી ભક્તો પર કૃપા બની રહે છે. માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીનુ વ્રત કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે.
શુક્રવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે પોતાના માં બાપ અને મહિલાઓનુ સન્માન કરો. આ ઉપરાંત તમારા આચરણને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરો.