આ વાક્ય તમારા ટીમવર્કની ભાવના અને સહયોગની ઈચ્છા પર પ્રશ્ન ઉઠાવે છે. એના બદલે કહો “મને સમજાવો કે હું આમાં કેવી રીતે મદદ કરી શકું?”
આ શબ્દો બતાવે છે કે તમે સમયનું સંચાલન સારી રીતે કરી શકતા નથી.એના બદલે કહો “હાલમાં હું બીજા કામમાં છું, પરંતુ પછીથી આ પર ધ્યાન આપીશ.”
આ પ્રતિબદ્ધતાનો અભાવ દર્શાવે છે.એના બદલે કહો “હા, હું કરીશ” અથવા “હાલમાં શક્ય નથી, પણ પછી કરી શકીશ.”
વર્તમાન ટીમની સામે પૂર્વસ્થળની પ્રશંસા નકારાત્મક છાપ પાડે છે. એના બદલે કહો “અહીં કામ કરવાની રીત અલગ છે, મને નવી વસ્તુ શીખવા મળી રહી છે.”
આ વાક્ય નવી વિચારસરણી અને પરિવર્તન સ્વીકારવાની ઇચ્છા પર શંકા પેદા કરે છે.એના બદલે કહો “ચાલો, જોવું કે આ પ્રક્રિયામાં સુધારો કેવી રીતે લાવી શકાય.”
દોષારોપણ કરતા, જવાબદારી લો.એના બદલે કહો “ચાલો, સાથે મળીને ઉકેલ શોધીએ.”
આ આત્મવિશ્વાસની કમી બતાવે છે.એના બદલે કહો “મને થોડી મદદની જરૂર પડશે, પણ હું શીખીશ.”
આ તમારા કામ પ્રત્યેની નિરસતા બતાવે છે.એના બદલે કહો “હું અહીં શીખવા અને વિકાસ કરવા આવ્યો છું.”
તમારા શબ્દો તમારી પ્રોફેશનલ ઇમેજ બનાવે છે. યોગ્ય બોલવું એ પણ એક કુશળતા છે!વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.