જ્યારે પણ રાત્રે શ્વાનના રડવાનો અવાજ આવે છે તો તેને એક પ્રકારનો અશુભ સંકેત માનવામાં આવે છે.
શ્વાનના રડવાનો અવાજ એ કોઈ અપ્રિય ઘટનાનો સંકેત છે.
જેના ઘરની સામે શ્વાન રડતો હોય તેના ઘરમાં કોઈ ખરાબ સમાચાર મળી શકે છે.
શ્વાન કોઈપણ મુશ્કેલી આવે તે પહેલા જ સમજી જાય છે, તેથી તેઓ રડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે શ્વાન રડે છે તેનો અર્થ એ છે કે તે તેની આસપાસ પૂર્વજો અથવા આત્માઓ જોઈ રહ્યો છે.
શ્વાનનું રડવું આર્થિક નુકસાન સૂચવે છે. આનો અર્થ એ છે કે તમારે આવનારા સમયમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.