આજકાલની તણાવભરી જિંદગીમાં તડકા, પ્રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોની અસર આપણા ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.
માર્કેટમાં અનેક એવી બ્યૂટી પ્રોડક્ટ મળે છે, જે ચહેરા પર નિખાર લાવવાનો દાવો કરે છે. જો કે આ બ્યૂટી પ્રોડક્ટથી ફાયદાથી વધારે નુક્સાન જોવા મળે છે. જે ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે.
એવામાં આજે અમે તમને ગ્રીન ટી વિશે જણાવીશું. જે સ્કિન માટે ખૂબ જ ફાયદેમંદ છે. સૌથી ખાસ વાત એ છે કે, તેની કોઈ આડઅસર નથી જોવા મળતી.
એક ચમચી મુલ્તાની માટીમાં 2 ચમચી ગ્રીન ટી નાંખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી લગાવીને છોડી દો.
એક ચમચી ગ્રીન ટીમાં એક ચમચી સંતરાની છાલનો પાવડર અને અડધી ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગળાના ભાગે લગાવીને 15 મિનિટ સુધી છોડી દો.
એક ચમચી ગ્રીન ટીના પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો.
આ તમામ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવાનું ના ભૂલશો. લગભગ 10 થી 15 મિનિટ સુધી આ પસ્ટ રહેવા દીધા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.