શું ખરેખર ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો હકીકત


By Kajal Chauhan03, Sep 2025 05:44 PMgujaratijagran.com

આજના સમયમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું એ હૃદયની બીમારીઓ પાછળનું એક મુખ્ય કારણ બની શકે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ

ખરાબ કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓ સખત અને સંકુચિત થઈ જાય છે, જેનાથી રક્ત પ્રવાહ પર અસર થાય છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું ચોખા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? ચાલો જાણીએ

ભાતની કોલેસ્ટ્રોલ પર અસર

આપણે સૌ જાણીએ છીએ કે ચોખા ખાવાથી વજન વધી શકે છે. આના કારણે બ્લડ સુગર પણ સ્પાઇક થાય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને ઓછામાં ઓછા ચોખા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ભાતનું પ્રમાણ

નિષ્ણાતનું કહેવું છે કે ચોખામાં ફાઇબર ઓછું અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે. પરંતુ તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પર કોઈ ખાસ અસર થતી નથી.

વધુ ભાત ખાવાથી અસર

જોકે તેને વધુ માત્રામાં ભાત ખાવાથી લેવાથી મેટાબોલિઝમ ધીમું પડી શકે છે અને તેની અસર વજન, સ્થૂળતા અને હૃદયના સ્વાસ્થ્ય પર થઈ શકે છે.

તળેલા-શેકેલા ખોરાકથી દૂર રહેવું

ચોખામાં ઘણા વિટામિન્સ અને પોષક તત્વો પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવા માટે તળેલા-શેકેલા ખોરાકથી દૂર રહેવું અને શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન આપવું જરૂરી છે.

કોલેસ્ટ્રોલ મેનેજ કરવા માટેના ઉપાયો

જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધેલું હોય તો તમારે બ્રાઉન રાઇસ અથવા મિલેટ્સનું સેવન કરવું જોઈએ. આનાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને વજન તેમજ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

તમે પણ નાસ્તામાં સફેદ બ્રેડ ખાવ છો? જાણી લો નુકસાન