હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ ખાસ માનવામાં આવે છે, આજે આપણે તેના વિશે વિગવાર જાણીશું.
એકાદશીના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે, તેવી માન્યતા પાછળ ઘણા કારણો છે. ખાસ દિવસોમાં મૃત્યુ પામેલા લોકો માટે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બની જાય છે.
એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે, આ દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે.
એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે મૃત્યુ પામવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે.
આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે.
જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે, તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે. તેના આત્માને વધારે દુઃખ થતું નથી.
કેટલાક લોકો માને છે કે મૃત્યુનો સમય કે દિવસ એટલો મહત્વપૂર્ણ નથી, પરંતુ વ્યક્તિના કાર્યો તેના આગામી જીવનને નક્કી કરે છે.
વડીલોનું માનવું છે કે એકાદશીના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ અને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે.