વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અંદર રાખેલી વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી જોઈએ, જો વસ્તુઓને ખોટી દિશામાં રાખશો તો ખરાબ પ્રભાવ પડી શકે છે.
આ ભાગદોડવાળા જીવનમાં તણાવથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ વાસ્તુના આ ઉપાયોથી તમે તણાવ દૂર કરી શકો છો.
તમારા બેડરુમમાં ભૂલથી પણ દર્પણ ન લગાવો નહીં તો તે તણાવનું કારણ બની શકે છે.
ઘરમાં સલંગ દરવાજા ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં લક્ષ્મી ટકશે નહીં અને પરિણામે તણાવ વધી શકે છે.
ઘરનું આંગણુ હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, ત્યાં કચરો હોય તો જીવનમાં હંમેશા તણાવ રહેશે.
ઉત્તર દિશામાં મોઢુ રાખી કદી સૂવું ન જોઈએ તેનાથી જીવનમાં તણાવ આવે છે.