ગ્લોઈંગ સ્કિન માટે દરરોજ કરો આ 3 યોગાસન


By Sanket M Parekh07, Nov 2023 04:21 PMgujaratijagran.com

હલાસન

હલાસન તમારા શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. જેનો નિયમિત અભ્યાસ કરવાથી તમારી પીઠ, કમર અને ખભાની માંસપેશીઓને આરામ મળે છે. આ સાથે જ સ્કિન પણ ગ્લોઈંગ બને છે.

કેવી રીતે કરશો?

સૌ પ્રથમ પીઠના બળે સૂઈ જાવ અને પછી પગને ઉપર ઉઠાવો. ધીમે-ધીમે પગને માથાની પાછળ જમીન પર ટેકવો. આ સમયે પગને સીધા રાખવા.

શીર્ષાસન

શીર્ષાસન કરવાથી બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આ સાથે જ મગજ રિલોક્શ થાય છે. જેનાથી ગાઢ ઊંઘ આવે છે. જે સ્કિનમાં ગ્લો લાવે છે.

કેવી રીતે કરશો?

આ માટે વજ્રાસનની મુદ્દામાં બેસ. આગળની તરફ નમો અને કોણીને જમીન પર ટેકવો. હવે તમારા હાથની આંગળીને અંદરોઅંદર લોક કરો. હથેળીમાં માથું રાખો. હવે ધીમે-ધીમે આખા શરીરને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો.

ઉત્તનાસન

આ આસન તમારા ચહેરાને ગ્લો આપવા સાથે જ તે શરીરમાં બ્લડ સર્ક્લુલેશન સુધારે છે. આ સાથે જ બૉડીને ફ્લેક્સીબલ બનાવવા માટે પણ તમે ઉત્તનાસન કરી શકો છો.

કેવી રીતે કરશો?

ઉત્તનાસન કરવા માટે સૌ પ્રથમ સીધા ઉભા રહી જાવ અને પછી આગળની તરફ નમતા પગની પાનીને સ્પર્ષવાનો પ્રયાસ કરો. થોડીવાર આમ જ કરો.

દિવાળી પર યુનિક અને સ્ટાઇલિશ લુક માટે આ એક્ટ્રેસની હેરસ્ટાઇલ કેરી કરો, અદ્ભુત લુક આપશે