સવારે માત્ર 10 મિનિટ આ 5 કસરત કરો, વજન ઘટશે


By Kisankumar Sureshkumar Prajapati28, Jul 2025 04:50 PMgujaratijagran.com

કસરત

જો તમને જીમ જવાનો સમય નથી મળી રહ્યો, તો તમે ઘરે રહીને પણ વજન ઘટાડી શકો છો. આ માટે તમારે રોજ માત્ર 10 મિનિટ માટે કેટલીક કસરત કરવાની જરૂર છે.

ઘરે પણ ઘટાડી શકાય છે વજન

જો તમે એવું વિચારો છો કે ઘરમાં રહીને વજન ઘટી શકતું નથી, તો આ બિલકુલ સાચું નથી. આ માટે તમારે કસરતની સાથે તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

પુશ-અપ્સ કરવાથી થશે લાભ

દિનચર્યામાં પુશ-અપ્સનો સમાવેશ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ કસરતથી છાતી, ખભા, ટ્રાઈસેપ્સ અને કોર મસલ્સને મજબૂતી મળે છે. આનાથી તમે વજન ઘટાડવાની સાથે શરીર પણ બનાવી શકો છો.

દોરડા કૂદવાના ફાયદા

દિનચર્યામાં પુશ-અપ્સનો સમાવેશ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ કસરતથી છાતી, ખભા, ટ્રાઈસેપ્સ અને કોર મસલ્સને મજબૂતી મળે છે. આનાથી તમે વજન ઘટાડવાની સાથે શરીર પણ બનાવી શકો છો.

જમ્પિંગ જેક અજમાવો

જમ્પિંગ જેક સરળ અને શ્રેષ્ઠ કસરત છે. આ કસરતથી કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, મસલ્સ મજબૂત થાય છે અને જમા થયેલી ચરબીને ઘટાડી શકાય છે.

પ્લેન્કથી વજન ઘટાડો

પ્લેન્ક કસરત મસલ્સને મજબૂતી આપે છે. આ કસરત સંતુલન સુધારવામાં મદદ કરે છે. આનાથી વજન પણ ઘટાડી શકાય છે.

રોજ બર્પી કસરત કરો

બર્પી કસરત કરવાથી શરીરની કેલરી બર્ન થાય છે. આનાથી છાતી, હાથ, પગ અને કોર મસલ્સને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

દૂધમાં મધ મિક્ષ કરીને પીવાના ફાયદા