હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
તુલસીની પૂજા ઘરની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. તેનાથી જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ઘણાં લોકો તુલસીમાં રોજ જળ અર્પણ કરે છે. પરંતુ કેટલાક દિવસો એવા છે જેમાં તુલસમાં જળ અર્પણ ના કરવું.
ધાર્મિક માન્યતા પ્રમાણે રવિવારના દિવસે તુલસીમાં જળ અર્પણ કરવું અશુભ ગણવામાં આવે છે.
રવિવાર સિવાય એકાદશી અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણના દિવસે તુલસીમાં જળ ચઢાવવું ના જોઇએ.
સૂર્યાસ્ત પછી ના તુલસીમાં જળ ચઢાવવું જોઇએ ના તુલસીના પત્તા તોડવા જોઇએ.