Tulsi Mala: તુલસી માળા પહેરતી વખતે ના કરશો આ ભૂલ, નહીંતર થઈ જશો કંગાળ


By Sanket M Parekh26, Jun 2025 03:53 PMgujaratijagran.com

તુલસી માળા પહેરવાના નિયમો

હિન્દુ શાસ્ત્રો અનુસાર, પૂજનીય તુલસીની જેમ તેમાંથી બનેલી માળા પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ તેમાં તુલસીની માળા પહેરવાના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તુલસીની માળાનું ગંગાજળથી શુદ્ધિકરણ

તુલસીની માળા ફરીથી પહેરવા માટે તમારે સૌ પહેલા ગંગાજળથી માળાનું શુદ્ધિકરણ કરવું પડશે. આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે.

તુલસી માળા પહેરવાના દિવસો

જો તમે તુલસી માળા પહેરવા માંગતા હો, તો સોમવાર, ગુરુવાર અથવા બુધવાર આ માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. રવિવારે તુલસી માળા ક્યારેય ના પહેરવી જોઈએ.

ટૉઈલેટ જતી વખતે તુલસીની માળા કાઢો

જ્યારે પણ તમે સ્નાન કરો અથવા શૌચાલય જાઓ, ત્યારે તુલસીની માળા કાઢી નાખો. જો તમે આમ નહીં કરો તો, તે તુલસીની માળા અશુદ્ધ કરી શકે છે.

તુલસીની માળા અને રુદ્રાક્ષ ક્યારેય એકસાથે ના પહેરો

ક્યારેય પણ તુલસીની માળા અને રુદ્રાક્ષની માળા એકસાથે ન પહેરો. હિન્દુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આવું કરવું શુભ નથી માનવામાં આવતું. તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

માસ-દારૂથી દૂર રહો

તુલસીની માળા પહેર્યા બાદ જાતકે માંસાહાર અને દારૂ જેવી બદીઓથી દૂર રહેવું જોઈએ, નહીંતર તમે બરબાદ થઈ શકો છો.

સ્વપ્નમાં કમળનું ફૂલ જોવાનો અર્થ શું છે?