નખ આપણા શરીરનું અગત્યનું અંગ છે, જેની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. એમાં જરા પણ ફેરફાર દેખાય, તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.
આજે અમે આપને નખ સાથે સંકળાયેલા કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જેને તમારે ભૂલથી પણ ઈગ્નોર ના કરવા જોઈએ. તો આ સંકેતોને વિગતવાર સમજીએ.....
જો તમારા નખ અવારનવાર તૂટી જાય છે, તો તે તમારા શરીરમાં આયરનની કમી દર્શાવે છે. જેના માટે તમારે આયરનથી ભરપુર ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
પીળા નખ ડાયાબિટીશ કે ફેફસા સાથે સંકળાયેલી બીમારીનો સંકેત હોઈ શકે છે. આથી નખમાં જરાપણ પીળાશ દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ.
જે લોકોના નખ પર લાંબા સમય સુધી સફેદ ધબ્બા રહેતા હોય, તેમના શરીરમાં કેલ્શિયમની કમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેમણે કેલ્શિયમથી ભરપુર ફૂડ ખાવા જોઈએ.
ભૂરા નખનું કનેક્શન હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં હાર્ટને હેલ્ધી રાખવા માટે તમારે ડાયટમાં પોટેશિયમથી ભરપુર વસ્તુઓ સામેલ કરવી જોઈએ.
જો તમારા નખની આસપાસ લાલાશ અર્થાત રેડનેશ અને સોજો હોય, તો તે ઑટો ઈમ્યૂન બીમારીનો સંકેત હોઈ શકે છે. આ સંકેતને સાધારણ સમજવાની ભૂલ કર્યાં વિના તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.
જો તમારા નખમાં ઊંડા ખાડા પડેલા જોવા મળે, તો તે સ્કિન સબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે. જેના માટે તમારે વિટામિન E થી ભરપુર ફૂડ્સ ખાવા જોઈએ.