કિડની આપણા શરીરના મહત્વપૂર્ણ ભાગો પૈકી એક છે. જે આપણાં લોહીને શુદ્ધ કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.
આજની ખરાબ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે, મોટાભાગના લોકો કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમને તમારી કિડનીનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
આજે શારદા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. શ્રેય શ્રીવાસ્તવ દ્વારા અમે આપને રાત્રે જોવા મળતા કિડનીના કેટલાક લક્ષણો વિશે જણાવીશું. ચાલો આ લક્ષણો વિશે વિગતવાર જાણીએ.
જો તમે રાતે એક કરતા વધુ વખત પેશાબ કરવા જાવ છો, તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે. તમારે આ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ અને તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
જો આજકાલ લોકોને રાત્રે પગમાં સોજો અને દુખાવો થતો હોય, તો તે કિડનીની નબળાઈ દર્શાવે છે. તમારે ભૂલથી પણ આ સંકેતને અવગણવો જોઈએ નહીં.
જો તમને રાત્રે કોઈ કારણ વગર થાક લાગે છે, તો આ કિડની માટે સારો સંકેત નથી. આ દર્શાવે છે કે, તમારી કિડની ધીમે ધીમે વિનાશ તરફ આગળ વધી રહી છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં કિડની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય, તો રાત્રે બ્લડ પ્રેશર વધી શકે છે.
કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે તેની સાથે સંકળાયેલ ખોરાક ખાવો જોઈએ અને કસરત કરવી જોઈએ. આ સાથે જ એક વાતનું અચૂક ધ્યાન રાખો, તમારે તમારી કિડનીની નિયમિત તપાસ કરાવતા રહો.