મનુસ્મૃતિ પ્રમાણે તમને બતાવીએ કે એવા કયા કામ છે જેને ભૂલથી પણ સાંજના સમયે ના કરવા જોઇએ, નહીં તો ખરાબ સમય આવવામાં વાર નથી લાગતી.
સાંજના સમયે ભોજન ના કરવું, જે વ્યક્તિ સાંજના સમયે ભરપેટ ભોજન કરે છે, તે જીવનભર કોઇને કોઇ બીમારીથી પીડાય છે. પેટમાં ગેસ, બળતરા, કબજિયાતની સમસ્યા જોવા મળે છે.
પૌરાણિક કથામાં ઋષિ કશ્યપે એક વખત તેમની પત્ની સાથે સાંજના સમયે સંબંધ સ્થાપિત કર્યો હતો. સાંજના સમયે આવું કરવાથી તેમના બે પુત્ર દૈત્ય જેવા થયા હતાં. સાંજના સમયે આનાથી નકારાત્મક અસર પડે છે.
આથમતા સૂરજ વખતે ઊંઘવું અશુભ માનવામાં આવે છે. સાંજના સમયે ઊંઘવાથી જીવનમાં એક સાથે ઘણી બધી મુશ્કેલી આવે છે. જે વ્યક્તિ સાંજના સમયે ઊંઘે છે તે તંદુરસ્ત નથી હોતા. તે કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે.
સાંજના સમયે વેદનો પાઠ ના કરવો. વેદના પાઠ માટે સવારનો સમય યોગ્ય છે. સાંજના સમયે વેદનો પાઠ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થતાં નથી.