2024 શરુ થવામા હવે માત્ર થોડા દિવસની જ વાર છે ત્યારે તમે આ નવા વર્ષમા તમારા જીવનમા અમુક બદલાવ અમલમા મૂકીને તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી શકો છો.
બીમારીઓથી શરીરને બચાવવા માટે તમે રોજ કસરત કરી શકો છો. આ માટે તમે દોડ, ચાલવુ, સાઈકલિંગ જેવી કસરત તમારા રોજના રુટીનમા સામેલ કરી શકો છો.
ઘણા લોકો શરીરમા રહેલી આળસના કારણે પૂરતા પ્રમાણમા પાણી પીતા નથી, પાણી તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. તમારા શરીરને યોગ્ય રીતે હાઈડ્રેટ રાખવા માટે તમારે રોજનુ ઓછામા ઓછુ 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ.
શરીર માટે રોજની ઓછામા ઓછી 7-8 ક્લાકની ઊંઘ લેવી જોઈએ. પૂરતા પ્રમાણમા લેવામા આવેલી ઊંઘ તમારા માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તમે જે પણ ડાયટ લો છો તેની સીધી અસર તમારા શરીર પર પડે છે. હેલ્ધી ડાયટને લઈને આખુ વર્ષ તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો.
વધારે પ્રમાણમા તણાવ લેવાથી તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તણાવથી બચવા માટે કોઈપણ વસ્તુ વિશે જરુરત કરતા વધારે ના વિચારો.
આપણે બધા જ જાણીએ છીએ કે ધૂમ્રપાન આપણા શરીર માટે કેટલુ હાનિકારક છે. તો પછી નવા વર્ષની શરુઆત થતા પહેલા જ ધૂમ્રપાનની કૂટેવને છોડી દો.
માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે તમે ધ્યાન અને યોગ જેવી પ્રવૃતિઓને તમારા જીવનનો ભાગ બનાવી શકો છો. તેનાથી સ્વાસ્થ્ય સંબધિત કોઈપણ બીમારીઓથી શરીરને બચાવી શકાય છે.