આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરવાથી ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે.
શાસ્ત્રો પ્રમાણે ઘરનાં મુખ્ય દ્રારની આજુબાજુ પડેલી વસ્તુઓની સીઘી અસર આપણા વ્યક્તિગત જીવન પર પડે છે.
મુખ્ય દ્રારની આજુબાજુ સકારાત્મક વસ્તુઓ જોઈને માં લક્ષ્મીનું આગમન થાય છે. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચલો જાણીએ ઘરના મુખ્ય દ્રારની આજુબાજુ કંઈ વસ્તુઓ રાખવી જોઈએ. જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના મુખ્ય દ્રાર પર માં લક્ષ્મીનાં પગલાંના નિશાન રાખવાથી માં લક્ષ્મીનું આગમન થાય છે અને સાથે કૃપા પણ બની રહે છે.
દિવાળીનાં શુભ દિવસે ઘરના મુખ્ય દ્રાર પર સાથિયો દોરવાથી આર્થિક તંગી દૂર થાય છે.
ઘરના મુખ્ય દ્રાર પર આસોપાલવ તથા આંબાના પત્તાથી બનેલા તોરણને લટકાવવાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે અને આશીર્વાદ બન્યા રહે છે.