Ghee Side Effects: રોટલી પર વધુ પડતું ઘી લગાવીને ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન


By Sanket M Parekh18, Sep 2025 03:23 PMgujaratijagran.com

રોટલી પર ઘી લગાવવાના નુકસાન

ગરમા-ગરમ રોટલી પર ઘી લગાવીને ખાવી સૌ કોઈને ભાવતી જ હોય છે. જો કે વધારે પડતું ઘી ખાવાથી શરીરને ફાયદાની જગ્યાએ કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો ઘી ખાવાના નુકસાન વિશે જાણીએ જેથી તમને યોગ્ય અને સાચી માહિતી મળી રહે...

વજન વધારે

ઘીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. આથી રોટલી પર વધુ પડતું ઘી લગાવવાથી કેલરીની માત્રા વધે છે. જેનાથી વજન વધવા લાગે છે.

કૉલેસ્ટ્રોલ વધારે

વધુ પડતું ઘી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. જેના પરિણામે હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

પાચન સંબંધી સમસ્યાઓ

એવું કહેવાય છે કે, રોટી પર ઘી લગાવવાથી એક પડ બની જાય છે. જે પાચન પ્રક્રિયાને મંદ પાડે છે. જેના પરિણામે ગેસ અને પેટમાં ભારેપણું જેવી સમસ્યા ઉભી થાય છે.

હાર્ટ સબંધિત સમસ્યા

ઘીથી તરબતર રોટલી ખાવાથી હ્રદયમાં ચિકાસનું પ્રમાણ વધી જાય છે. જે હાર્ટ સબંધિત સમસ્યા વધારે છે. જે લાંબા ગાળે શરીર માટે હાનિકારક નીવડે છે.

ફ્રી રેડિકલ્સનું નિર્માણ

ઘીને તેજ આંચ પર ગરમ કરવાથી તેમાં રહેલા ફ્રી ફેટી એસિડ્સ તૂટી જાય છે અને ઓક્સિજન સાથે ઓક્સિડાઇઝ થઈને ફ્રી રેડિકલ્સ બનાવે છે, જે શરીર માટે નુકસાનકારક હોય છે.

ડાયાબિટીસનો ખતરો

વધુ પડતું ઘી ખાવાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધવા લાગે છે, જે શરીર માટે ઘણું નુકસાનકારક હોય છે. આજ કારણોસર રોટલીમાં બને તેટલું ઓછામાં ઓછું ઘી લગાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે.

કાર્ડિયક એરેસ્ટના આ લક્ષણોને ભૂલથી પણ નજર અંદાજ ન કરો