ઘણાં લોકોને પનીર ખાવાનું ખૂબ જ ગમતું હોય છે. જેને ખાવાથી શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. તો ચાલો જાણીએ પનીર ખાવાથી શું થાય?
શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેના માટે ડાયટમાં પોષક તત્વો યુકત વસ્તુઓને સામેલ કરવી જ રહી.
જો તમે વધારે પ્રમાણમાં પનીર ખાવ છો, તો તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. આ સાથે જ પાચન પણ ખરાબ થઈ શકે છે.
પનીરમાં પ્રોટીન વધારે પ્રમાણમાં મળી આવે છે. આથી જો અધિક પનીર ખાવામાં આવે, તો બ્લોટિંગ, એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા વકરી શકે છે.
પનીરમાં વસાનું પ્રમાણ વધારે હોય છે. જેને ખાવાથી કૉલેસ્ટ્રોલ વધવા લાગે છે. જેનાથી હાર્ટ સબંધિત સમસ્યા થવાનો ખતરો વધી જાય છે.
વધારે પનીર ખાવું હેલ્થ માટે હાનિકારક નીવડી શકે છે. જેને ખાવાથી ઝડપથી વજન વધવા લાગે છે, જેના પરિણામે વ્યક્તિ મોટાપાનો શિકાર થઈ શકે છે.
ઘણાં લોકોને ડેરી પ્રોડક્ટથી એલર્જી થવા લાગે છે.આવા લોકોએ વધારે પનીર ખાવાથી બચવું જોઈએ, નહીંતર તમારી એલર્જીન સમસ્યા વકરી શકે છે.
પનીરમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે. જેથી પનીર ખાવાથી હાડકા મજબૂત બને છે. આ સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.