મગજને તેજ બનાવવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધી બદામ ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ આજે અમે તમને બદામ ખાવાના ગેરફાયદા વિશે જણાવીશું.
બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે તેથી વધુ પડતી બદામ ખાવાથી ગેસ અને પેટનું ફૂલવું સહિતની પાચન સમસ્યાઓ થઈ શકે છે.
વધુ માત્રામાં બદામ ખાવથી એલર્જી, ઉબકા, ફોલ્લીઓ અને શ્વાસ લેવામાં મુશ્કેલીનું કારણ બની શકે છે.
વધુ પડતી બદામ ખાવાથી વિટામીન E પોઈઝનીંગ થઈ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો કરી શકે છે.
બદામમાં હાજર હાઈ કેલરી તત્વોને કારણે તેનું વધુ માત્રામાં સેવન કરવાથી વજન વધી શકે છે.
બદામમાં ફાયટીક એસિડ હોય છે જે શરીરના અન્ય મહત્વપૂર્ણ ખનિજો અને પોષક તત્વોના શોષણમાં અવરોધ કરી શકે છે.
આવી સ્થિતિમાં મોટી માત્રામાં બદામ ખાવાથી શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.