Salt Disadvantages: જમતી વખતે ઉપરથી મીઠું નાંખીને ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન


By Sanket M Parekh08, May 2025 03:58 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી વધારાનું મીઠું ભભરાવીને ખાવાની આદત હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નીવડી શકે છે. વધારે પડતું મીઠું, શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જેના પરિણામે અનેક ગંભીર બીમારી થઈ શકે છે.તો ચાલો આયુર્વેદિક ડૉક્ટર શ્રેય શર્મા પાસેથી જાણીએ, જમતી વખતે ઉપરથી મીઠું લેવાથી શું નુકસાન થાય?

હ્રદય નબળું પડે

વધારે પડતા મીઠાથી હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. સોડિયમનું વધારે પ્રમાણ હ્રદયના ધબકારા પર વિપરિત અસર થાય છે.

પેટ ફુલવું અને ગેસની સમસ્યા

જમતી વખતે ઉપરથી મીઠું લેવામાં આવે, તો શરીરમાં પાણી અટકી જાય છે, જેના પરિણામે પેટ ફુલી ગયું હોય તેવું લાગે છે. આવી આદત તમારી પાચન ક્રિયા પર વિપરિત અસર કરે છે અને ગેસ અને અપચો જેવી સમસ્યા થવા લાગે છે.

હાઈ બ્લડપ્રેશરનો ખતરો

વધારે પડતા મીઠાથી લોહીમાં સોડિયમનું લેવલ વધે છે. જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જેના પરિણામે ચક્કર આવવા, થાક લાગવો અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

કિડની પર અસર

વધારે પડતું મીઠું ખાવાથી કિડની પર પ્રેશર વધે છે. વારંવાર યુરિન આવવું અને પાણીની ઉણપથી કિડનીને નુકસાન પહોંચાડે છે. લાંબા સમય સુધી આવું રહે, તો કિડની ફેઈલ થવાનું કારણ બની શકે છે.

સ્કિનની સમસ્યા વધારે

વધારે મીઠાથી શરીરમાં સોજો, બળતરા અને ખંજવાળની સમસ્યા સર્જાઈ શકે છે. જેના પરિણામે સ્કિન પર રેશેજ અને એલરજીની સંભાવના વધી જાય છે. સ્કિનને હેલ્થી જાળવી રાખવા માટે મીઠાને લિમિટમાં લેવું જોઈએ.

ડૉક્ટરનું સૂચન

ડૉ. શ્રેય શર્માએ જણાવ્યું કે, મીઠું 40 ટકા સોડિયમ અને 60 ટકા ક્લોરાઈડથી બને છે, જે શરીરમાં પાણી અને મિનરલ્સનું બેલેન્સ બનાવવામાં મદદ કરે છે. જો કે ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી મીઠું ભભરાવવાની આદત હોય છે. જો કે લાંબા સમયે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.

ચોખાનું પાણી ચહેરા પર કેમ લગાવવું જોઈએ ?