ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ માટે ઠંડીમા અસ્થમાના દર્દીઓએ ખાવાપીવાની બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જરુરી છે.
જ્યારે પણ ખાવાપીવાની આદતો પર ખાસ ધ્યાન ન આપવામા આવે તો કોઈપણ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને ઠંડીના સમયગાળા દરમિયાન અસ્થમાના દર્દીઓએ ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન આપવુ જરુરી બની જાય છે.
ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે ખાટી વસ્તુઓનુ સેવન કરવુ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ખાટી વસ્તુઓનુ સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે.
ઠંડીમા લોકો આઈસક્રિમ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આઈસક્રિમ ખાવાથી બચવુ જોઈએ.
શરીરને ગરમ રાખવા માટે ઠંડીમા મગફળી લોકો ખાતા હોય છે, પણ અસ્થમાના દર્દીઓએ મગફળીનુ સેવન ન કરવુ જોઈએ.
ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે હળદર વાળુ પાણી પીવુ લાભદાયક છે. ઠંડીમા અસ્થમાના દર્દીઓએ દિવસમા 2 થી 3 વાર હળદર વાળુ પાણી જરુર પીવુ જોઈએ.
ઠંડીમા અસ્થમાના દર્દીઓએ ખાલી પેટે શેકેલા લસણનુ સેવન કરવુ ફાયદાકારક છે. શેકેલી લસણની કળીઓને તમે મધ સાથે સેવન કરી શકો છો.