Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ, જાણો?


By Vanraj Dabhi15, Nov 2024 05:03 PMgujaratijagran.com

ડાયાબિટીસ મેનેજમેન્ટ

ડાયાબિટીસના દર્દીઓએ સવારે એવો ખોરાક ન લેવો જોઈએ, જેથી શુગર લેવલ અચાનક વધી જાય. ડાયાબિટીસવાળા લોકોને ખાલી પેટ આ 4 વસ્તુનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે.

લીંબુનો રસ અને આમળા

ડાયાબિટીસના દર્દીઓએ સવારે નાસ્તો કર્યા પછી લીંબુ અને આમળાનો રસ પીવો જોઈએ. જે સુગર લેવલ અને પાચનક્રિયા માટે ફાયદાકારક છે.

તજનું પાણી

તજનો ઉપયોગ મોટાભાગે ચા બનાવવામાં થાય છે. પરંતુ તેનું પાણી પીવાથી પણ શુગરને કંટ્રોલ કરી શકાય છે.

ફણગાવેલા મગ

શુગરને કંટ્રોલ કરવા માટે પ્રોટીનયુક્ત આહાર ખૂબ જ સારો વિકલ્પ છે. તેથી તમે સવારે નાસ્તામાં અંકુરિત મગનું સેવન કરવું જોઈએ.

મેથી દાણા પાણી

મેથીનું પાણી પીવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી આ દાણાને પાણી સાથે ચાવીને સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડુંગળીની ફોતરી ફેંકવાને બદલે આ રીતે વાસણોની સફાઈ કરવામાં ઉપયોગ કરો