ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે, જે ખાણી-પીણીની ખોટી આદતો અને બેઠાડું જીવન જીવવાના કારણે આજના સમયમાં સામાન્ય બની ગઈ છે. શરીરમાં બ્લડ સુગરનું લેવલ વધવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આથી તેને કંટ્રોલમાં રાખવું આવશ્યક છે.
જો તમે ડાયાબિટીસના દર્દી હોવ, તો તમારે તમારા રોજિંદા જીવનમાં આ 4 વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ 4 વાતોનું પાલન કરવાથી તમારું સુગર લેવલ નિયંત્રણમાં રહેશે.
ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓ ચાલવા જતા નથી, પરંતુ તેમણે સવારે અને સાંજે ઓછામાં ઓછા 10 મિનિટ ચાલવું જોઈએ. જેથી શરીરનું વજન ન વધે અને સુગર પણ કંટ્રોલમાં રહે.
ખાસ કરીને શહેરમાં રહેતા લોકો મોડી રાત્રે ખાય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ મોડી રાત્રે ડિનર ના લેવું જોઈએ. ડિનર રાતે સૂવાના 2 કલાક પહેલા જ લેવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ખાંડ કે મેંદાના લોટથી બનેલ ફૂડ ખાવું ના જોઈએ. આવું ફૂડ ખાવાથી બ્લડ સુગર હાઈ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ તળેલી વાનગી પણ બને ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી વાનગી ખાવાથી પણ બ્લડ સુગર ઝડપથી વધે છે.