આજે ધનતેરસનો તહેવાર, કિસ્મત ચમકાવવા માટે આજે આ વસ્તુઓનું દાન કરો


By Hariom Sharma10, Nov 2023 04:57 PMgujaratijagran.com

ધનતેરસ

આજે સમગ્ર દેશમાં કુબેર દેવને સમર્પિત એવા ધનતેરસના તહેવારની ઉજવણી થઈ રહી છે. આ તહેવારનું એક અલગ જ ધાર્મિક મહત્વ રહેલું છે.

દાન કરવું

ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવાની સાથે સાથે વસ્તુઓનું દાન કરવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારી કિસ્મત ચમકી શકે છે.

અન્નદાન

પોરાણિક કથાઓ પ્રમાણે અન્નદાનને મહાદાન માનવામાં આવે છે. ધનતેરસના દિવસે જરુરિયાતમંદને લોટ અને ઘઉંનુ દાન કરવાથી ઘરમાં મા લક્ષ્મીની કૃપા વરસી શકે છે.

વસ્ત્રદાન

કપડાંએ દરેક વ્યક્તિની મૂળભુત જરુરિયાત છે. આજના દિવસે પીળા રંગના કપડાંનું દાન કરી શકો છો. તેનાથી કુબેર દેવ પ્રસન્ન થઈ શકે છે.

You may also like

દિવાળી પર આ સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે બનાવો, મહેમાનો પણ તમારા વખાણ કરશે

ગુજરાતમાં અંબાજી મંદિરની નજીક ફરવા માટેના પર્યટન સ્થળો

સાવરણીનું દાન કરો

ધાર્મિક માન્યતા પ્રમાણે સાવરણી મા લક્ષ્મીની પસંદીદા વસ્તુઓ માંથી એક છે. ધનતેરસના દિવસે કોઈ સફાઈ કર્મચારીને સાવરણીનું દાન કરવાથી લાભ થાય છે.

ખાંડ અને મીઠાનું દાન

તમે જાણતા જ હશો કે ધનતેરસના દિવસે ઘરમાં ખાંડ અને મીઠાને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનુ દાન કરવું પણ લાભદાયી નીવડે છે.

લોખંડની વસ્તુઓનુ દાન કરો

ધાર્મિક માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે લોખંડની વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થાય છે. જોકે આજના દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુઓ ખરીદવી ન જોઈએ.

આવી અન્ય ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગ

11 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 11, 2023