દેશી ઘીનો આ રીતે કરો ઉપયોગ, ચહેરાને મળશે આ ફાયદા


By Hariom Sharma03, Dec 2023 12:51 PMgujaratijagran.com

દેશી ઘી

દેશી ઘીના ઉપયોગથી ચામડી સંબધિત ઘણા ફાયદા મળે છે. દેશી ઘીના ઉપયોગથી ચહેરા પર ચમક લાવી શકાય છે. ચલો જાણીએ દેશી ઘીના ઉપયોગથી મળતા ફાયદા વિશે.

સુકાપણુ દૂર કરે

ઘીમા રહેલા ગુણો ચામડી પરનુ સુકાપણુ દૂર કરે છે. આ માટે ઘીના કેટલાક ટીપાં લઈને હળવા હાથે ચામડી પર માલિસ કરો. ત્યારબાદ થોડીવાર પછી તેને સાફ કરી દો.

કરચલીઓ દૂર કરે

દેશી ઘીના ઉપયોગથી ચામડી પરની કરચલીઓ દૂર થાય છે. ઘીમા રહેલા વિટામીન ઈ ચામડીમા એંટી ઈજિંગને વધારે છે જેથી ચામડી એકદમ ફ્રેશ રહે છે.આ માટે તમે ઘીથી માલિસ કરીને થોડા સમય પછી તેને સાફ કરી લો.

ચામડી મોઈશ્ચારાઈજ કરે

સ્નાન કર્યા પછી નારિયેળના તેલ અને ઘીથી ચામડી પર માલિસ કરવાથી ચામડી મોઈશ્ચારાઈજ થાય છે. આ માટે 5 ચમચી ઘી લો અને તેમા નારિયેળના તેલને ઉમેરીને સ્નાન કર્યા બાદ ચામડી પર લગાવો.

હોંઠને કોમળ બનાવે

હોંઠને કોમળ અને ચમકદાર બનાવવા માટે ઘી ઉપયોગી હોય છે. આ માટે તમે ઘીને હોંઠ પર લગાવો. ઘી હોંઠને મોઈશ્ચારાઈજ કરીને મુલાયમ બનાવે છે.

આંખો માટે ફાયદાકારક

સામાન્ય રીતે ઊંઘ પૂરી ન થતા આંખો પર સોજા આવી જાય છે. એવામા આંખોના સોજા અને થાકને દૂર કરવા માટે ઘીથી માલિસ કરો. ઘી આંખોને આરામ આપે છે અને આકર્ષીત બનાવે છે.

કાળા સર્કલ દૂર કરે

દેશી ઘીના ઉપયોગથી ચહેરા પરના કાળા સર્કલ દૂર થાય છે. કાળાના સર્કલની આસપાસ ઘીની માલિસ કરો અને થોડા સમય બાદ તેને ધાઈ નાખો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ડાયાબિટીસ માટે આંકડાના પાન રામબાણ ઈલાજ, જાણો કેવી રીતે