દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મળે છે આ ફાયદા


By Pandya Akshatkumar29, May 2023 04:01 PMgujaratijagran.com

ગાયત્રી મંત્ર

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્

ગાયત્રી મંત્રનો અર્થ

પૃથ્વીલોક, ભુવર્લોક અને સ્વર્ગલોકમાં વ્યાપેલા તે સર્જક પ્રકાશમાન ભગવાનના તેજનું આપણે ધ્યાન કરીએ છીએ અને ભગવાનનું તેજ આપણી બુદ્ધિને સાચા માર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે

અભ્યાસ માટે મહત્વ

ગાયત્રી મંત્રનો જાપ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે, જો બાળકોનું મન અભ્યાસમાં વ્યસ્ત ન હોય તો દરરોજ સવાર-સાંજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ફાયદો થઈ શકે છે.

સ્વાસ્થ્ય માટે

જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ છે અને તે ઠીક નથી થઈ રહ્યું તો તેની સામે બેસીને દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરો. તેનાથી તે વ્યક્તિની તબિયત જલ્દી સુધરી જશે.

સંતાન પ્રાપ્તિ માટે

જો સંતાનની ઈચ્છા હોય કે સંતાન સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો વ્યક્તિએ દરરોજ સવારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તમને આનાથી ચોક્કસ ફાયદો થશે.

આર્થિક બાબતો વૃદ્ધિ

બીજી તરફ દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમની સામે બેસીને નિયમો અનુસાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

નેગેટિવિટી દૂર કરવા

આ સિવાય જો ઘરમાં કોઈ અશુભ શક્તિનો પ્રભાવ હોય તો સવાર-સાંજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

29 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 29, 2023