ડાયાબિટીસ એક ગંભીર અને લાઈલાજ બીમારી છે. જો તેને સમયસર કંટ્રોલમાં ના કરવામાં આવે, તો તે ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને તહેવારોની ખુશીની પળોમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની જતા હોય છે.
તહેવારો દરમિયાન સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓ ખાવાના કારણે બ્લડસુગર લેવલ વધી શકે છે.તો ચાલો સરળ રીતથી જાણીએ જેની મદદથી તમે તહેવારોમાં ડાયાબિટીસને કંટ્રોલ કરી શકશો.
તહેવારોના સમયે મીઠાઈને બદલે ફળો, ડ્રાયફ્રુટ્સ અને ઓછી ખાંડવાળી મીઠાઈઓ તમારી ડાયટમાં સામેલ કરો
તહેવારોની ખુશીમાં વધુ પડતું ખાવાનું ટાળો. થોડું-થોડું ખાઓ, એક જ સમયે વધુ પડતી મીઠાઈ અથવા તળેલી વસ્તુઓ ના ખાશો.
સુગર કંટ્રોલ કરવા માટે પૂરતી માત્રામાં પાણી પીઓ અને હાઈડ્રેટેડ રહો. આમ કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે
તહેવારો દરમિયાન ખાધા પછી હળવી વોક કરો અને યોગ અથવા હળવી કસરત ચોક્કસ કરો
તહેવારોના ઉત્સાહમાં ખાવાનો સમય બદલશો નહીં. નિર્ધારિત સમયે જ ભોજન કરો જેથી સુગર લેવલ કંટ્રોલમાં રહે.
તહેવારોના સમયગાળા દરમિયાન યોગ્ય આહાર લેવો જરૂરી છે. સલાડ, લીલા શાકભાજી અને દાળ ખાઓ જેથી બ્લડ સુગર ઝડપથી ન વધે.