પ્રોટીનું વધુ પડતું સેવન કરવાથી થઈ શકે છે આ ગેરફાયદા


By Bhavesh Chaudhary02, Sep 2024 06:00 PMgujaratijagran.com

પ્રોટીન

પ્રોટીન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેનું વધુ સેવન કરવાથી કેટલાક ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે, વધુ પડતું પ્રોટીન ખાવાના કયા ગેરફાયદા થઈ શકે છે?

કબજિયાતની સમસ્યા

જો પ્રોટીન વધુ માત્રામાં લેવામાં આવે તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે અને સાથે પેટની સમસ્યા પણ વધી શકે છે.

કિડનીની સમસ્યા

પ્રોટીનનું વધુ પડતું સેવન કરવાથી વારંવાર પેશાબ થાય છે. જેનાથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે.

હૃદય સમસ્યા

પ્રોટીનનું વધુ પડતું સેવન કરવાથી નસોમાં રક્ત પરિભ્રમણને અસર કરે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ડિહાઇડ્રેશન

શરીરમાં વધુ પડતું પ્રોટીન ખાવાથી પણ ડીહાઈડ્રેશન થઈ શકે છે. કારણ કે પ્રોટીન શરીરમાં પાણીની ઉણપનું કારણ બને છે.

કેલ્શિયમની ઉણપ

પ્રોટીનનું વધારે પડતું સેવન કરવાથી પેશાબ વધુ થાય છે જેથી શરીરમાંથી કેલ્શિયમની માત્ર ઓછી થવા લાગે છે.  

પ્રોટીનનું મહત્તવ

પ્રોટીન શરીર માટે જરૂરી છે, પરંતુ તેને વધુ માત્રામાં લેવાથી શરીર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લોકોએ શરીર અને ઉંમર પ્રમાણે પ્રોટીનનું સેવન કરવું જોઈએ.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Raisin Water: કિસમિસનું પાણી પીવાના ફાયદા