Barja Salad: બાજરીના સલાડનું સેવન કરવાથી B12માં વધારો થશે, આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi24, Jan 2025 12:39 PMgujaratijagran.com

વિટામિન બી 12

શરીરમાં વિટામીન B12 ની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.

વિટામીન B12ના લક્ષણો

ત્વચા પીળી પડવી, હાથ-પગમાં ઝણઝણાટી થવી, થાક લાગવો, ચાલવામાં અને બોલવામાં તકલીફ થવી વગેરે વિટામિન બી 12ના લક્ષણો છે.

શિયાળુ અનાજ

શિયાળામાં બાજરીનો ખોરાકમાં લેવાની સલાહ આપવામાં આવે છે, ઘણા લોકો તેની રોટલો બનાવતા હોય છે, પરંતુ તમે તેમાંથી સલાડ પણ બનાવી શકો છો.

બાજરીનું સલાડ

જો તમને બાજરાનો રોટલો નથી આવડતો તો તમે બાજરાનું સલાડ પણ બનાવી શકો છો, જે તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરશે.

જરૂરી સામગ્રી

એક કપ આખો બાજરો, અડધો કપ દહીં, 100 ગ્રામ ચીઝ, ધાણાજીરું, કાળું મીઠું, કાળા મરી, કોથમરી વગેરેની જરૂર પડશે.

આ રીતે તૈયાર કરો

બાજરીને નવશેકા પાણીમાં આખી રાત પલાળી રાખો અને દહીંને સૂતરાવ કપડામાં બાંધીને બે કલાક સુધી લટકાવી રાખો જેથી બધુ પાણી નીતરી જાય.

કચુંબર બનાવો

બાજરીને બાફી પછી તેને પ્લેટમાં કાઢીને તેમાં દહીં, કાળા મરીનો પાવડર, કાળું મીઠું, ચીઝ, કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે બાજરાનું સ્વાદિષ્ટ સલાડ તમે સર્વ કરી શકો છો.

આ રીતે B12વધારે છે

બાજરામાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે, તદ્દ ઉપરાંત તેમાં દહીં અને ચીઝ બંને B12ના ઉત્તમ શાકાહારી સ્ત્રોત છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ear Cleaning Tips: કાનનો મેલ કાઢવાની સાચી રીત કઈ છે? જાણી લો