ત્વચાને ચમકદાર બનાવવા માટે કેટલાક ઘરેલું ડ્રિંક્સનું સેવન કરી શકો છો, આજે અમે તમને એ ડ્રિંક્સ વિશે જણાવિશું.
રોજ ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને ત્વચા પર કુદરતી ચમક વધે છે.
તમે લીંબુ અને કાકડી સાથે ઘરે ડિટોક્સ ડ્રિંક બનાવી શકો છો. 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ, કેટલાક ફુદીનાના પાન અને કાકડીના ટુકડા મિક્સ કરી, આખી રાત રહેવા દો અને બીજા દિવસે સવારે પી લો.
લીલા શાકભાજીનો રસ શરીરને ડિટોક્સિફાય કરે છે અને લોહીને સ્વચ્છ રાખે છે, જે ચમકતી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.
1 ચમચી ચિયા સીડ્સને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે પી લો.
ગાજર અને બીટરૂટનો જ્યુસ રોજ પીવાથી ન માત્ર ત્વચા સાફ થાય છે પરંતુ શરીરમાં આયર્નની માત્રા વધે છે અને ત્વચા પર ચમક વધે છે.
જો તમે તમારી ત્વચાને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તેના માટે હળદર અને પાણી ખૂબ જ અસરકારક છે. તમે 1 ગ્લાસ પાણીમાં એક ચપટી હળદર ઉકાળીને રોજ પી શકો છો.
એપલ સાઇડર વિનેગર શરીરને ડિટોક્સિફાય કરવામાં ખૂબ અસરકારક છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવો. તમે સ્વાદ માટે મધ પણ ઉમેરી શકો છો.
જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.