શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ભોજનમાં ખાતા હોઈએ છીએ. ચલો જાણીએ કંઈ વસ્તુઓને તમે એક સાથે ખાઈ શકો છો.
સામાન્ય રીતે લોકો એક સાથે ઘણી બધી વસ્તુઓ ભોજનમાં લેવાનુ પસંદ કરતા હોય છે. જોકે કેટલાક એવા પણ ફૂડ્સ હોય છે જેને સાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
ભાતની સાથે દહીં ખાવાથી પાચનમા ફાયદો મળે છે. શરીર ભાત અને દહીંમા રહેલા પોષકતત્વોને ખૂબ જ ઝડપથી પચાઈ લે છે.
જો તમે ડાયરીયાની સમસ્યાથી પીડાવ છો તો તમે ભાતની સાથે દહીં ખાઈ શકો છો. તેનાથી ડાયરીયાની સમસ્યામા રાહત મળે છે.
પાચનને સ્વસ્થ રાખવા માટે તમે કેળા અને ઈલાયચીને એક સાથે ખાઈ શકો છો. આ ખાવાથી ગેસ, અપચો, કબજિયાત જેવી પાચન સંબધિત સમસ્યાઓ દૂર થાય છે.
બદામ અને દહીં બન્નેમા ભરપૂર પોષકતત્વો રહેલા હોય છે. આ બન્નેને સાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય છે. જે રોગો સામે લડવા માટે શક્તિ આપે છે.
ઓટ્સમા ભરપૂર માત્રામા ફાઈબર હોય છે તેને પાણી સાથે ખાવાથી પાચનક્રિયા સારી બને છે. રોજ સવારે નાશ્તામા તમે પાણી સાથે ઓટ્સનુ સેવન કરી શકો છો.