Citroën C3 Aircross SUV ભારતમાં લોન્ચ થઈ, Creta અને Seltosને ટક્કર આપશે
By Kisankumar Sureshkumar Prajapati2023-04-27, 16:51 ISTgujaratijagran.com
લોન્ચ
ફ્રાન્સની વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ તેની Citroen C3 Aircross SUVને ભારતમાં લોન્ચ કરી છે.
ટક્કર
ભારતીય બજારમાં આ કારની ટક્કર Hyundai Creta, Kia Seltos, Maruti Suzuki Grand Vitara અને Toyota Hyrider જેવી કાર સાથે થશે.
પ્લેટફોર્મ
Citroen C3 Aircross CMP મોડ્યુલર પ્લેટફોર્મ પર આધારિત છે. જે C3 હેચબેક અને ગ્લોબલ-સ્પેક જીપ અને ફિયાટ કારમાં કરવામાં આવે છે.
એન્જિન
નવી Citroen SUVમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. જે 110bhpનો પાવર અને 190Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
ફીચર્સ
આ કારમાં અપફ્રન્ટમાં, સ્પ્લિટ ક્રોમ ગ્રિલ અને હેડલેમ્પ ક્લસ્ટર છે. આગળ અને પાછળના બમ્પર પણ બદલવામાં આવ્યા છે.
કારના ફીચર્સ
Citroen C3 Aircrossમાં ટેકોમીટર સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે.
ફીચર્સ
નવી C3 એરક્રોસ 6 એરબેગ્સ સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, પાર્કિંગ સેન્સર્સ સાથેનો રીઅર વ્યૂ કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને EBD જેવી સુવિધાઓ સાથે આવે છે.