સેચ્યુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલના સ્તરને વધારી શકે છે. આ કારણથી જ રેડ મીટ અને ફુલ ફેટવાળા ડેરી પ્રોડક્ટથી દૂર રહો.
ટ્રાન્સ ફેટ હૃદયને નુકસાન પહોંચાડે છે. આથી જ રિફાઇન્ડ ઓઇલથી બચવું જોઇએ. વધુ પડતું તળેલું ખાવાથી દૂર રહેવું.
ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલના સ્તરને પ્રભાવિત નથી કરતું. સાથે જ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.
ફાયબરવાળી વસ્તુઓનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ રાખી શકાય છે.
નિયમિત રીતે કસરત કરવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર સુધરી શકે છે. આનાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.
વધુ વજનને કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ડાયટ અને કસરતની મદદથી વજનને કંટ્રોલમાં રાખી શકાય છે.
સિગારેટ અને દારૂને છોડવાથી ગુડ કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો થઇ શકે છે. આનાથી હૃદય અને ફેફસાંના કાર્યમાં સુધારો થશે.