નારિયેળ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે કે ઘટે? જાણો એક્સપર્ટ પાસેથી


By Vanraj Dabhi05, Jun 2025 10:52 AMgujaratijagran.com

નારિયેળ પાણી

ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ઘણા લોકો તેને પીતા હોય છે, શું નારિયેળ પાણી પીવાથી કોલેસ્ટ્રૉલ વધે છે કે ઘટે છે, ચાલો જાણીએ.

પોષક તત્ત્વો

નારિયેળ પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન બી-કોમ્પ્લેક્સ, એમિનો એસિડ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયન અનામિકા ગૌરના મતે, નારિયેળ પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત થાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, નારિયેળ પાણીમાં કેલરી ખૂબ ઓછી હોય છે. તે શરીરના મેટાબોલિઝને ઝડપી બનાવે છે, જે કેલરી બર્ન કરવાની ક્ષમતામાં વધારો કરે છે.

પાણીની ઉણપ

નારિયેળ પાણી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને પેશાબને પાતળો બનાવે છે, જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતા ઓછી થાય છે.

પાચનતંત્રને સુધારે

નારિયેળ પાણીમાં રહેલ ફાઇબર પાચનતંત્રને સુધારે છે. ઉપરાંત, તે કબજિયાત અને અપચોની સમસ્યાને દૂર કરે છે. તે પેટનું ફૂલવું પણ ઘટાડે છે અને આંતરડા સાફ કરે છે.

દરરોજ ગ્રીન કોફી પીવાના 7 ફાયદા