ચીકુ એક સુપર ફળ છે, તેને ખાવાથી અપાર ફાયદા મળે છે


By Vanraj Dabhi20, Jun 2025 05:47 PMgujaratijagran.com

ચીકુ ફળ

ચીકુને સપાટો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમા ઘણા પોષક તત્ત્વો મળી આવે છે, જે આપણા શરીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પોષક તત્ત્વો

તેમાં કુદરતી ખાંડ, વિટામિન, ખનિજો અને ફાઇબરથી ભરપૂર છે, તે ખાવામાં સ્વાદિષ્ટ દરેક લોકોને ભાવે છે.

પાચનતંત્ર સુધારે

ચીકુમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે, તે આંતરડા સાફ કરીને પેટને સ્વસ્થ રાખે છે.

હાડકાં મજબૂત કરે

ચીકુમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બનાવે છે, દરરોજ સેવન કરવાથી ઓસ્ટ્રીયોપોરોસિની સમસ્યા દૂર થાય છે.

ત્વચા માટે ફાયદાકારક

ચીકુમાં વિટામિન એ, સી અને ઈ હોય છે, તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

ચીકુમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે, દરરોજ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

ચીકુમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

એનર્જી બૂસ્ટર

ચીકુ એક એવું ફળ છે, જે નબળાઈ દૂર કરે છે અને શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે.

સેવન કરવાની રીત

ચીકુને તેની છાલ કાઢીને પણ સેવન કરી શકો છો, તમે ચીકુ શેક બનાવીને પણ સેવન કરી શકો છો.

નોંધ

આ લેખ માત્ર સામન્ય માહિતી આધારિત છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.

સવારે ઉઠીને કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?