આચાર્ય ચાણક્યએ એવી 5 સ્ત્રીઓ વિશે જણાવ્યું છે કે જેમનું સન્માન કરવાથી મા લક્ષ્મી ક્યારેય તમારાથી નારાજ થતા નથી.
ગુરુના પત્ની માતા સમાન હોય છે. તે કારણથી તેમને સન્માનના ભાવથી જોવા જોઈએ.
ચાણક્ય અનુસાર રાજા પોતાની જનતાને સંતાનની જેમ રાખે છે.તેવામાં રાજાના પત્નીનું પણ સન્માન કરવું જોઈએ.
સાસુ પણ મા સમાન હોય છે કેમકે તમારા જીવનસાથીના માતા છે. તેમનું સન્માન હંમેશા કરવું જોઈએ.
માતા-પિતા તો સાક્ષાત ઈશ્વરના સ્વરુપ હોય છે. ચાણક્યએ કહ્યું છે કે માની હંમેશા સેવા કરવી જોઈએ.
પોતાના મિત્રની પત્નીને હંમેશા માન આપવું જોઈએ. મિત્રની પત્ની સાથે હંમેશા સન્માન અને શિષ્ટાચાર સાથે રહેવું જોઈએ.