8માં પગાર પંચમાં 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના લોકોને મોટા ભાગના લાભોથી વંચિત રાખવામાં આવે તેવી સંભાવના છે.
અહેવાલો અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર નાણાં બિલ 2025 સુધારા દ્વારા પેન્શનરોને બે જૂથોમાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એક જૂથમાં એના પેન્શનરો હશે જેમાં જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે બીજા જૂથમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થશે.
ફાઇનાન્સ બિલ 2025 માં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (CCS) પેન્શન નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
જેને લઈને કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલ જેવા નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સરકાર 2026 પહેલા નિવૃત્ત થયેલા અથવા નિવૃત્ત થનારા પેન્શનરોને 8મા પગાર પંચના લાભોથી વંચિત રાખી શકે છે.
સીતારમણે કહ્યું કે પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર કરાશે નહીં. સરકારનો ઉદ્દેશ્ય પેન્શન ગણતરીઓને સરળ બનાવવાનો છે. વૃદ્ધ પેન્શનરોને આમાંથી બાકાત રાખવાનો નથી.