વર્ષ 2025 બોલિવૂડના સિતારાઓ માટે ખાસ સારું રહ્યું નથી. સતીશ શાહ સહિત અનેક જાણીતા કલાકાર અને સિંગરે આ દુનિયામાંથી ચીરવિદાય લીધી. આજે ભલે તેઓ આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની યાદો આપણા હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
ગાયક, લેખક અને સંગીતકાર ઋષભ ટંડનનું નિધન 21 ઑક્ટોબરના રોજ થયું હતું. તેઓ દિવાળી પર મુંબઈથી પોતાના ઘરે દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 'ચાંદ તૂ', 'ફકીર કી જુબાની' અને 'યે આશિકી' માટે ઓળખવામાં આવે છે.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું મુંબઈમાં નિધન થયું. તેમણે 74 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી.
મનોજ કુમાર લાંબા સમયથી લિવર સિરોસિસની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. 4 એપ્રિલ 2025ના રોજ લાંબી બીમારી સામે લડતા તેમનું નિધન થયું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ મુકુલ દેવે 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમનો જન્મ 30 નવેમ્બર 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.
અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન 28 જૂન 2025ના રોજ થયું હતું. તેઓ 42 વર્ષના હતા. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું.
અભિનેતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું નિધન મુંબઈમાં 15 જુલાઈ 2025ના રોજ થયું. તેઓ 79 વર્ષના હતા. તેમનું નિધન નિમોનિયાને કારણે થયું હતું.
ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ'માં પ્રોફેસરનો રોલ ભજવનાર અભિનેતા અત્યુચ પોદ્દારનું નિધન 18 ઑગસ્ટ 2025ના રોજ થયું. તેઓ 90 વર્ષના હતા.
ઝુબીન ગર્ગનું નિધન 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન ડૂબી જવાથી થયું હતું.
અભિનેતા પંકજ ધીરનું નિધન કેન્સરને કારણે થયું હતું. 15 ઑક્ટોબરના રોજ 68 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તેમને 'મહાભારત'માં કર્ણના પાત્રથી ઘણી લોકપ્રિયતા મળી હતી.
ફેફસામાં પાણી ભરાવાને કારણે 20 ઑક્ટોબરના રોજ અસરાનીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. 84 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
'મિલે સુર મેરા તુમ્હારા', 'દો બૂંદ જિંદગી કી' જેવી લોકપ્રિય એડ લખનારા પીયૂષ પાંડેનું નિધન 70 વર્ષની ઉંમરે થયું. તેમને 'એડ ગુરુ'ના નામથી ઓળખવામાં આવતા હતા.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.