હાથના સ્નાયુઓમાં દુખાવો થવાનું કારણ


By hariom sharma02, Apr 2023 08:00 AMgujaratijagran.com

દવાના કારણે

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યામાં લેવામાં આવતી દવાઓના સેવનથી હાથના સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. આ દવાઓના કારણે બ્લડ વેસલ્સ પર જોર પડે છે, જે દુખાવાનું કારણે બને છે.

લ્યુપસના કારણે

હાથના સ્નાયુઓમાં દુખાવાનું સૌથી મોટું કારણે લ્યુપસ હોય છે. લ્યુપસ એ સોજાને લગતી સમસ્યા છે, જેના કારણે સ્નાયુઓમાં દુખાવો અને બળતરાની સમસ્યા થવા લાગે છે.

પ્રવાસના કારણે

વધુ સમય સુધી બાઇક અથવા ગાડી ચલાવવાથી, વધુ સમય સુધી ઊભા રહેવાથી અથવા બેસી રહેવાથી હાથના સ્નાયુઓ ખેંચાવા લાગા છે, જે મસલ્સમાં દુખાવાનું કારણ બને છે.

ઊંઘવાની ખોટી રીત

ખોટી રીતે ઊંઘવાના કારણે હાથ પર વધુ ભાર આવવાના કારણે મસલ્સ સ્ટ્રેચ થાય છે, જેના કારણે હાથના સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે.

બીમારીના કારણે

સાંધા, સોજા અથવા હાડકા અને સ્નાયુઓને લગતી કોઇ પણ સમસ્યાનું કારણે હાથ અને પગના મસલ્સમાં દુખાવની સમસ્યા થવા લાગે છે.

કોણે ના પીવી જોઇએ ગ્રીન ટી?