અજમો માત્ર મસાલો જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખજાનો ગણાય છે. પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત જેવી તકલીફમાં તાત્કાલિક રાહત આપવા માટે અજમાનું સેવન ફાયદેમંદ રહે છે, પરંતુ શું તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે? આ પ્રશ્નનો જવાબ ન્યુટ્રીશનિસ્ટ મૈક સિંહ પાસેથી જાણીએ...
અજમામાં પ્રોટીન, ફાઈબર, ફાસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. જે માત્ર પાચન સુધારવાનું કામ નથી કરતાં, પરંતુ શરીરના મેટાબોલિઝમને પણ સુધારે છે. જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન કરવા લાગે છે.
ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, જો યોગ્ય રીતે અજમાનું પાણી પીવામાં આવે તો એક સપ્તાહમાં 1 કિલો સુધી વજન ઉતારી શકાય છે.
1 ગ્લાસ પાણીને ઉકાળ્યા બાદ તેમાં એક થી દોઢ ચમચી અજમો ઉમેર્યા બાદ 1 મિનિટ સુધી ઉકળવા દો. જો સ્વાદ કડવો લાગતો હોય, તો તેમાં મધ મિક્સ કરી શકો છો.
સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવું સૌથી ફાયદેમંદ મનાય છે. દિવસની શરૂઆત ચા કે કૉફીની જગ્યાએ અજમાના પાણીથી કરવી જોઈએ.જે તમારું મેટોબોલિઝમ બૂસ્ટ કરશે અને વજન ફટાફટ ઉતારવામાં પણ મદદ કરશે.
અજમાનું પાણી માત્ર વજન જ નથી ઉતારતું, તે પાચન સબંધિત સમસ્યા પણ દૂર કરે છે. આટલું જ નહીં, શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકાળે છે અને પેટની અન્ય બીમારીઓમાં પણ રાહત આપે છે.
અજમાનું પાણી ખાલી પેટ પીવું જોઈએ. જો તમે ભોજન બાદ અજમાનું પાણી પીવો છો, તો તેની અસર ઓછી થઈ શકે છે.
જો અજમાના પાણીને નિયમિત પીવામાં આવે અને સાથે-સાથે સામાન્ય એક્સરસાઈઝ કરવામાં આવે, તો તેની અસર ઝડપથી જોવા મળી શકે છે.