એલચી વાળા પાણીથી સ્નાન કરવાથી તમને આ ફાયદા થશે


By Vanraj Dabhi08, Oct 2023 01:41 PMgujaratijagran.com

એલચી

મોટા ભાગે તેનો ઉપયોગ રસોડામાં અને મોઢાનો સ્વાદ બદલવા માટે થાય છે. એલચી ઔષધીય ગુણોથી ભરપૂર છે.

પાણીમાં એલચી

ધાર્મિક માન્યતાઓ અનુસાર નહાવાના પાણીમાં એલચી નાખીને નહાવાથી ઘણો ફાયદો થાય છે.

શુક્રની સ્થિતિ

જો તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં એલચીનો ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

સ્નાન કરો

શુક્રની સ્થિતિ મજબૂત કરવા માટે નહાવાના પાણીમાં એલચી મિક્સ કરીને દરરોજ સ્નાન કરો. આમ કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે.

પ્રેમ જીવનમાં સુધારો

શુક્ર ગ્રહ બળવાન હોવાને કારણે વ્યક્તિની લવ લાઈફ સારી રહે છે આથી પાણીમાં એલચી નાખીને સ્નાન કરવાથી લાભ થાય છે.

સમસ્યાઓ દૂર થાય છે

માન્યતાઓ અનુસાર શુક્રની મજબૂત સ્થિતિને કારણે જીવનની સમસ્યાઓ પણ દૂર રહે છે.

પરિવારમાં સુખ અને શાંતિ

નહાવાના પાણીમાં એલચી નાખીને નહાવાથી પણ પરિવારમાં વધતા કલેશ દૂર થાય છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે વહેલા ઉઠીને વાંચન લેખન કરવાથી અભ્યાસમાં ઘણા ફાયદા થાય છે, ચાલો જાણીએ